VIDEO/ AMCની ગિફ્ટ: 2026ના અંત સુધીમાં શહેરને મળશે 8 નવા બ્રિજ

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયે

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીના ભાગરૂપે વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં શહેરને ૮ નવા બ્રિજની ભેટ મળશે. હાલમાં વિવિધ વિસ્તારોમાં બ્રિજ નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં વાડજ સર્કલ પર બની રહેલો બ્રિજ આગામી બે-ત્રણ મહિનામાં જ જનતા માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ્સમાં ઐતિહાસિક એલિસબ્રિજનું કામ પણ જુલાઈ અંત સુધીમાં પૂર્ણ થશે, જેનો ઉપયોગ હવે માત્ર પદયાત્રીઓ માટે જ કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં તૈયાર થનારા અન્ય મુખ્ય બ્રિજોમાં થલતેજ-હેબતપુર રેલવે ઓવરબ્રિજ, મકરબાથી કોર્પોરેટ રોડ બ્રિજ, ગોતા એસ.જી. હાઈવે ફોરલેન અંડરપાસ અને વિવેકાનંદનગરના નવા માઈનોર બ્રિજનો સમાવેશ થાય છે. આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત