VIDEO/ તમિલનાડુમાં ગઠબંધન તૂટ્યું: DMKના કોંગ્રેસ પર આકરા પ્રહાર
DMK ધારાસભ્ય દળની બેઠકમાં ચાર મહત્વના પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા છે, જેમાં તમિલનાડુની
DMK ધારાસભ્ય દળની બેઠકમાં ચાર મહત્વના પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા છે, જેમાં તમિલનાડુની જનતા અને સાથી પક્ષોનો આભાર માનવાની સાથે પક્ષના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. એક પ્રસ્તાવ દ્વારા સ્ટાલિનને વર્તમાન રાજકીય અને વહીવટી પરિસ્થિતિ મુજબ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા સોંપાઈ છે. જોકે, ચોથા પ્રસ્તાવમાં કોંગ્રેસ પર ગઠબંધન તોડવાનો ગંભીર આરોપ લગાવી તેની ટીકા કરવામાં આવી છે. ડીએમકેએ જણાવ્યું કે કોંગ્રેસને ગઠબંધન હેઠળ એક રાજ્યસભા અને ૨૮ વિધાનસભા બેઠકો મળી હોવા છતાં, તેણે સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સથી અલગ થઈને પોતાનું જૂનું રાજકીય ચરિત્ર બતાવ્યું છે. આમ, વર્ષો જૂના સાથી પક્ષો વચ્ચે પડેલી આ તિરાડને કારણે રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.




