VIDEO: વડોદરાની તમામ શાળાઓ હવે માત્ર સવારની પાળીમાં જ ચાલશે, જાણો શા માટે કરાયો નિયમ
વડોદરામાં સતત વધતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાને રાખીને
વડોદરામાં સતત વધતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, વડોદરાની તમામ શાળાઓ હવે માત્ર સવારની પાળીમાં જ ચાલશે અને બપોરની પાળીઓ સંપૂર્ણપણે બંધ રાખવી પડશે, જેથી વિદ્યાર્થીઓને બપોરના આકરા તડકાથી બચાવી શકાય. આ નિયમ GSEB, CBSE અને ICSE સહિતના તમામ બોર્ડની શાળાઓને સમાન રીતે લાગુ પડશે. આ ઉપરાંત, શાળાઓમાં ઠંડા પાણી અને પંખાની સુવિધા સુનિશ્ચિત કરવા તેમજ ગરમીથી અસ્વસ્થ થનારા વિદ્યાર્થીઓ માટે ORS અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રાખવા કડક સૂચના અપાઈ છે.







