VIDEO: અમદાવાદની GSTની ટીમે જામનગરમાં 7 વાહનો કર્યા જપ્ત, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદની GST વિભાગની ટીમે જામનગરના સાંઢીયા પુલ પાસે ચેકિંગ દરમ
અમદાવાદની GST વિભાગની ટીમે જામનગરના સાંઢીયા પુલ પાસે ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાત વાહનોમાંથી બ્રાસ પાર્ટ્સનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો અને 136 ટકાની પેનલ્ટીની માંગણી કરવામાં આવી. વેપારીઓ સાથે રકઝક થતાં તમામ વાહનોનો માલ જપ્ત કરી, વાહનોને જીએસટી કચેરી ખાતે સીલ કરી દેવાયા. આ ઘટનાની જાણ થતાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજી ગઢીયા, જીઆઈડીસી ફેઝ-2-3 એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા સહિત ઉદ્યોગ નગરના આગેવાનો જીએસટી કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી કે જપ્ત માલ મજૂરી કામ કરતા લોકોનો અને અર્ધ ફિનિશ્ડ છે, પરંતુ વિભાગે તેમની રજૂઆતને ધ્યાને લીધી નહીં.
જાહેરાત








