મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ ફ્લાવર શો કેમ રહ્યો ‘ફ્લોપ શો’? 8 કરોડનું નુકસાન થતા AMC સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ આપ્યું મોટું નિવેદન

VIDEO: અ

તસવીર: GSTV

VIDEO: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોના આ વર્ષના આંકડા નિરાશાજનક રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લાવર શોને જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી. તંત્ર દ્વારા આ વર્ષે ફ્લાવર શોને ભવ્ય બનાવવા માટે આશરે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે આવક માત્ર 11.61 કરોડ રૂપિયા જ થઈ છે.

વિગત ગત વર્ષ (૨૦૨૫) આ વર્ષ (૨૦૨૬)
મુલાકાતીઓની સંખ્યા 13 લાખ 11 લાખ
કુલ આવક 13 કરોડ (આશરે) રૂપિયા 11.61 કરોડ
આયોજન ખર્ચ - રૂપિયા 20 કરોડ

આયોજન પર ઉઠ્યા સવાલ 
આ વર્ષે ફ્લાવર શોમાં અવનવા ફૂલો, વિશેષ ડેકોરેશન અને સેલ્ફી પોઈન્ટ્સ જેવી વિવિધતા હોવા છતાં મુલાકાતીઓની સંખ્યામાં 2 લાખનો ઘટાડો નોંધાયો છે. ખર્ચ કરતા આવક લગભગ 8.39 કરોડ રૂપિયા ઓછી થતા હવે વિપક્ષ અને સામાન્ય જનતામાં પણ આયોજનની પદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પણ આ મામલે સ્વીકાર્યું છે કે પ્રતિસાદ ધાર્યા મુજબ રહ્યો નથી અને આગામી સમયમાં આયોજન પર ફરી વિચારણા કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો