VIDEO: ટ્યુશન શિક્ષકો સામે અમદાવાદ શહેર DEOના કડક પગલાં
VIDEO: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટયુશનોના રાફડા ફાટી નીકળ્યા છે. જેને લઈ શ
VIDEO: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટયુશનોના રાફડા ફાટી નીકળ્યા છે. જેને લઈ શહેર ડીઈઓએ આવા ટયુશનિયા શિક્ષકો સામે આકરાં પગલાં ભર્યા હતા. જે અંગે અમદાવાદ શહેરમાં છ ટયુશન્સ શિક્ષકોને ઘરભેગા કર્યા હતા. શૈક્ષણિક રીતે નિયમ છે કે, કોઈપણ શિક્ષક શાળાની સાથે ઘરે કે અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ટયુશન ન આપી શકે.
જેથી અમદાવાદ શહેર ડીઈઓને શિક્ષકો ખાનગી ટયુશન્સ કરાવતા હોવાની ફરિયાદો મળી હતી. જેથી ડીઈઓએ આવા શિક્ષકો સામે પગલાં ભર્યા હતા. આ શાળામાં ડિવાઈન બર્ડ મણિનગર, નિશાંત સ્કૂલ રાણીપ, અર્જુન પ્રાથમિક શાળા સાબરમતી, મહાવીર સ્કૂલ ઈસનપુર, વિદ્યાનગર ઉસ્માનપુરા સ્કૂલમાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હજી આવી ખાનગી ટયુશન ધમધમતા થાય અથવા શિક્ષકો ટયુશન કરાવતા ઝડપાશે તો તેની સામે પણ આકરા પગલાં લેવાશે.







