VIDEO: ઉપલેટામાં આહીર સમાજનું યોજાયું સંમેલન, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના ઉપલેટામાં આહીર સમાજનું જૂનાગઢમાં વિદ્યાર્થી સાથે થયેલા મારામારીની ઘટના અંગે સંમેલન યોજાયો હતો. જૂના
રાજકોટના ઉપલેટામાં આહીર સમાજનું જૂનાગઢમાં વિદ્યાર્થી સાથે થયેલા મારામારીની ઘટના અંગે સંમેલન યોજાયો હતો. જૂનાગઢની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. એક મહિના અગાઉ બનેલા બનાવનો વિડીયો મહિના બાદ સામે આવ્યો હતો..વિદ્યાર્થીને બેફામ રીતે માર મારવામાં આવ્યો હોવાની ઘટના બાદ વાલીમાં દોડધામ મચી જવા પામી હતી. જુનાગઢ અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉપલેટાના આહીર જ્ઞાતિનો હોવાથી સમાજમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે ઉપલેટા આહીર સમાજે મીટીંગ યોજી કાર્યવાહીની માંગ કરી છે. સમાજ દ્વારા મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે તેવું નક્કી કરાયું છે.
જાહેરાત








