VIDEO: વડોદરાના માંજલપુરમાં એક્ટિવા ચાલકે પાર્ક કરેલી કારને મારી ટક્કર, બન્ને યુવાનો હતા નશાની હાલતમાં
ગુજરાતના વડોદરામાં માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરા શહેરના
ગુજરાતના વડોદરામાં માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા નજીક એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા સવાર યુવકોએ ઊભેલી કારને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભારે હતો કે આસપાસ લોકોની ભીડ જમાઈ ગઈ.એક્ટિવા પર સવાર બે યુવકો – જય પટેલ અને દિપ – નશાની હાલતમાં હોવાની વિગતો સામે આવી છે.
એકે પોતે ઉચ્ચ સરકારી અધિકારીનો પુત્ર હોવાની બડાશો ફેંકી
બંને યુવાનોમાંથી એકે પોતે ઉચ્ચ સરકારી અધિકારીનો પુત્ર હોવાનું કહેતાં અહંકારપૂર્વક વર્તન દર્શાવ્યું હતું... અકસ્માતમાં એક્ટિવા સવારને ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ગુસ્સામાં આવી ગયા હતા અને પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી. તો બીજી તરફ લોકોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે બન્ને યુવાને એ હદે નશામાં હતા કે તેઓ બોલી પણ શકતા નહોતા







