VIDEO: સિંહ હુમલા કેસમાં કાર્યવાહી તેજ, આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા નજીક સિંહ હુમલામાં યુવકના મો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા નજીક સિંહ હુમલામાં યુવકના મોતના મામલે વન વિભાગે તપાસ તેજ કરી છે. ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા અને સિંહની પજવણી કરવાના આરોપસર ઝડપાયેલા બે શખ્સોના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન વન વિભાગની ટીમે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. તપાસ દરમિયાન હુમલાના સ્થળ પરથી મૃતકના ચપ્પલ અને હાથમાં રહેલી લાકડી મળી આવી છે. વન વિભાગના જણાવ્યા મુજબ, સિંહના મેટેંગ પિરિયડ દરમિયાન પજવણી થતા સિંહ આક્રમક બન્યો હોવાની શક્યતા છે.




