VIDEO/ મોરૈયા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત: કન્ટેનર પાછળ કાર અથડાતા ૨ ના મોત, ૩ ઈજાગ્રસ્ત
VIDEO/ accident on Moraiya Bridge: 2 dead, | અમદાવાદ ગ્રામ્યના બાવળા-સરખેજ હાઈવે પર મોરૈયા ગામ પાસેના બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગળ જઈ રહેલા કન્ટે
અમદાવાદ ગ્રામ્યના બાવળા-સરખેજ હાઈવે પર મોરૈયા ગામ પાસેના બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગળ જઈ રહેલા કન્ટેનરમાં પાછળથી કારે ટક્કર મારતા બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર સવાર સાળંગપુરથી વિસનગર જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ચાંગોદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો મૂક્યો અને મૃતકોના મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




