VIDEO/ બેંગલુરુ-મૈસુર હાઈવે પર અકસ્માત: કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 4 લોકો ગંભીર રીતે ઘાયલ
બેંગલુરુ-મૈસુર હાઈવે પર કાર અને બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકો ગંભીર
બેંગલુરુ-મૈસુર હાઈવે પર કાર અને બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મંડ્યાની MIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત





