મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, એકનું મોત અન્ય લોકોનું કરાયું રેસ્ક્યું

ગુજરાતના ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત રાત્રીમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશ

ગુજરાતના  ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત રાત્રીમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાય થયો હતો. બનાવ અંગે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી.મકાન ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હતા. જોકે તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. આ બનાવમાં કરણભાઈ સવજીભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું. સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું કે મકાન તૂટી પડ્યા બાદ બે કલાક સુધી રેસ્ક્યૂ કામગીરી ન થયાનો આરોપ

સ્થાનિકોએ જણાવ્યું કે મકાન તૂટી પડ્યા બાદ બે કલાક સુધી રેસ્ક્યૂ કામગીરી ન હતી.વિપક્ષ નેતા એ તંત્રને આડે હાથ લઈ જણાવ્યું કે, મકાન ખાલી કરવા માટે નોટિસ જ આપવામાં આવી હતી,પરંતુ તેમાં યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી જેના પરિણામે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે.

આ સમાચાર શેર કરો