મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો, માના ચાચર ચોકમાં ભક્તો ગરબે રમ્યા

આજથી આસોના નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે અંબાજી ખાતે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું હતું. અંબાજી ખાતે આજે શક્તિ,ભ

આજથી આસોના નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે અંબાજી ખાતે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું હતું. અંબાજી ખાતે આજે શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતાની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. પ્રથમ આરતી ભર્યા બાદ માના ચાચર ચોકમાં ભક્તો ગરબે રમ્યા હતા. આજે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે.ત્યારે બનાસકાંઠાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. 

આ સમાચાર શેર કરો