VIDEO: જામનગરના ઠેબા ચોકડી પાસે બેફામ ટ્રકે 5 વાહનોને લીધા અડફેટે
જામનગરના ઠેબા ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે બેફામ ટ્રકે તાંડવ મચાવતાં પાંચ વાહનોને અડફે
જામનગરના ઠેબા ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે બેફામ ટ્રકે તાંડવ મચાવતાં પાંચ વાહનોને અડફેટે લીધા હતા. ટ્રકે એક બાઈક, બે લક્ઝરી કાર અને ઈકો વાનને ટક્કર મારતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાના પગલે ઠેબા ચોકડી પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં વારંવાર થતા અકસ્માતોને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.




