મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના વરાછામાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા હોબાળો અને તોડફોડ

VIDEO: સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારની ઘનશ્યામ નગર સોસાયટીમાં ગત રોજ મોડી રાત્રે કેટલાક અસા

VIDEO: સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારની ઘનશ્યામ નગર સોસાયટીમાં ગત રોજ મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેને પગલે સોસાયટીના રહીશો ઊંઘમાંથી ઉઠી ગયા હતા. આ તત્વોએ શેરીના નાકે તોડફોડ કરી હતી. જજેમાં સોશિયલ મીડિયા સ્ટાર ડિમ્પલ બા ગોહિલ અને તેના સાથી મિત્રો વીડિયોમાં દેખાઈ રહ્યા છે. 

ડિમ્પલ બા ગોહિલ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. ભાઈગીરીનો શોખ ધરાવતી ડિમ્પલ સોશિયલ મીડિયા પર એવા જ વીડિયો બનાવીને વાયરલ કરતી હોય છે. ગઈકાલ મોડી રાત્રે તેઓ દ્વારા ઘનશ્યામ નગરમાં તોડફોડ કરવામાં આવી હતી. વરાછા પોલીસ જાણે આ ઘટનાથી અજણા હોય તેવું લાગી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો