VIDEO/ રાજ્યમાં 5 અલગ અલગ અકસ્માતની દુર્ઘટનામાં 3ના મોત, 18થી વધુ ઘાયલ
ગુજરાતમાં આજે 4 અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા. આ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં એકનું મોત અને 17થી વધુ લ
ગુજરાતમાં આજે 4 અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા. આ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં એકનું મોત અને 17થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના ધોરાજીમાં, પાટણના સિદ્ધપુર પાસે, મોરબી હાઈવે પર અને સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી છે.
રાજકોટના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના
રાજકોટના ધોરાજી ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.ધોરાજીના સોમનાથ મંદિર મેળાનાં મેદાન નજીક રહેતા અને ક્લીનરનું કામ કરતા અશરફ ભાઈ રઝાક ભાઈ પટ્ટણી ઘરે પરત ફરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ શખ્સનું મોત નિપજ્યું હતું.
પાટણના સિદ્ધપુર પાસે ખાનગી બસને નડ્યો અકસ્માત
પાટણના સિદ્ધપુર નજીક ખળી ચાર રસ્તા પાસે રાજસ્થાનના જોધપુરથી સુરત જતી લક્ઝરી બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે બસ ચાલકની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બસ ડિવાઇડર પર ચડીને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 14 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મુસાફરોના જણાવ્યા મુજબ, ચાલકે તેમની વારંવારની ચેતવણીઓ છતાં બસનો ડ્રાઈવર બેફામ બસ હંકારી રહ્યો હતો, અને આગળ જતી કારને બચાવવાના પ્રયાસમાં બસ પલટી ગઈ. અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
વલસાડ હાઈવે પર ટ્રક અને ટેમ્પાની ટક્કર
મોરબીથી મુંબઈ તરફ ટાઇલ્સની ડિલિવરી માટે નીકળેલી ટ્રક વલસાડના પારનેરા હાઇવે પર જૈન દેરાસર સામે અકસ્માતનો શિકાર બની હતી. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ડિવાઇડર કૂદી ગયો હતો. તો બીજી તરફ આ ટ્રક સુરત તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને કારણે મુંબઈ-સુરત હાઇવે પર ટ્રાફિક જામ થયો. ટેમ્પો ચાલક ટેમ્પોમાં ફસાઈ ગયો હતો, અને સ્થાનિક લોકો તેમજ રાહદારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની કાર અને આઈસર વચ્ચે અકસ્માત
સુરેન્દ્રનગરના હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખનિજ વિભાગના અધિકારીઓ ભરેલી કાર અને આઈસર વચ્ચે ટક્કર થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 3 અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટના જાખણ ગામના પાટિયા નજીક બની હતી. અકસ્માત સર્જીને આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો.
થાનગઢમાં કાર અકસ્માતમાં બેના મોત 3 ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક કારને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના દંપતીનું મોત નિપજ્યું હતું અને 3 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કારની ટ્રેક્ટર સાથે ભયાનક ટક્કર થઈ હતી. આ ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.








