Video/ '326 કરોડનું એરપોર્ટ, પણ શૌચાલયમાં પાણી જ નથી!', કોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાનો આકરો આક્ષેપ
રાજકોટમાં રૂપિયા 326 કરોડના ખર્ચે બનેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને
રાજકોટમાં રૂપિયા 326 કરોડના ખર્ચે બનેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMS હોસ્પિટલની સુવિધાઓ મામલે કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડાએ ભાજપના શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે બંને પ્રોજેક્ટ માત્ર મત મેળવવાની ઉતાવળમાં અને 'લીંબડ જસ' (ઝટપટ પ્રશંસા) ખાટવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે, જ્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે.
એરપોર્ટ પર ડોમેસ્ટિક સુવિધાઓનો પણ અભાવ
ડૉ. વસાવડાએ હિરાસર એરપોર્ટ પરની ખામીઓ ગણાવતા જણાવ્યું હતું કે, "રૂપિયા 326 કરોડના ખર્ચે એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ અહીં લેન્ડલાઇન કે અધિકારીઓના ફોન લાગતા નથી. શૌચાલયમાં પાણી આવતું નથી અને મુસાફરોને Wi-Fiની સુવિધા મળતી નથી." તેમણે ઉમેર્યું હતું કે આ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ તો ઠીક, પરંતુ પૂરતી ડોમેસ્ટિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.
AIIMS હોસ્પિટલ પણ અધૂરી
એરપોર્ટ ઉપરાંત ડૉ. વસાવડાએ AIIMS હોસ્પિટલની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "શાસકોએ માત્ર નામ માટે AIIMS તૈયાર કરી નાખી છે. અહીં પણ પૂરતી સુવિધાઓ અને નિષ્ણાત (સ્પેશિયાલિસ્ટ) ડોક્ટરોની અછત છે."
કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કહ્યું કે ભાજપના શાસકોએ લોકોને મૂળભૂત સુવિધાઓ આપવાને બદલે માત્ર ઉદ્ઘાટનો કરીને પોતાની પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.










