VIDEO: વડોદરામાં 3 માળનો ફ્લેટ ધરાશાયી, 4 લોકોનું કરાયું રેસ્ક્યું
ગુજરાતના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પા
ગુજરાતના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી.
રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી
બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવકો ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો.




