Video: હિંમતનગરની હાથમતી નદીમાં ૩ લોકો તણાયા, 2 નો આબાદ બચાવ, એક મહિલા ગુમ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે હાથમતી નદીમાં ભયાનક દુર્ઘટના બની. કોઝ વે પર પાણી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે હાથમતી નદીમાં ભયાનક દુર્ઘટના બની. કોઝ વે પર પાણી વહેતું હોવા છતાં ત્રણ લોકો રસ્તો ક્રોસ કરવા જતાં તણાઈ ગયા. આમાંથી બે યુવાનોને તરવાની આવડત હોવાથી તેઓ આપમેળે બહાર આવી ગયા, જ્યારે એક મહિલાને નદીના ભયંકર પ્રવાહે ખેંચી ગયો હતો. 

ઘટનાની જાણ થતાં તરત જ હિંમતનગર ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી. મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. હાથમતી નદીમાં તાજેતરમાં વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું હોવાથી આવી ઘટનાઓનું જોખમ વધ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત