VIDEO: અંકલેશ્વરમાં પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા, 2 વોન્ટેડ

Bharuch news: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલની શિવમ્ રેસિડેન્

સોર્સ: GSTV

Bharuch news: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલની શિવમ્ રેસિડેન્સીમાં એક મકાનમાંથી  જીઆઇડીસી પોલીસે પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી રૂ. 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ અંકલેશ્વરના નેશનલ હાઈવે-48ની બાજુમાં આવેલા શિવમ્ રેસીડેન્સીમાં જીઆઈડીસી પોલીસે એક મકાનમાં દરોડા પાડયા હતા. જ્યાંથી સ્મોકિંગ કોન પેપરના કુલ 819 બોક્સ તથા બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે મકાન માંથી  નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ અને હરીશ મંગલારામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હતો.પોલીસે ગુનો નોંધી દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થયો હોવાનુ પોલીસનુ કહેવુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત