VIDEO: ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં ભયનાક આગ ફાટી નીકળતા 15 દર્દીઓનું કરાયું રેસ્ક્યૂ
ગુજરાતના ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ભાવનગર શ
ગુજરાતના ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ભાવનગર શહેરના કાળુભા રોડ પરના સમીપ કોમ્પ્લેક્સમાં ભયનાક આગ ફાટી નીકળી હતી. આ ઈમારતમાં પેથોલોજી લેબોરેટરી, બાળકોની હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલો પણ આવેલી છે. આ ઈમારતમાં અગમ્ય કારણોસર આગ ભડકી ઉઠી હતી.
દર્દીઓને સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યા
ત્યારે આગનો બનાવ બનતાની સાથે જ દર્દીઓને સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઈમારતમાંથી 15ને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવમાં આવી છે. હોસ્પિટલમાં દાખલ 15 દર્દીઓને રેસ્ક્યુ કરી અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.







