Video: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આપઘાત રોકવા એન્ટી સુસાઈડ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આપઘાત રોકવા માટે એક સરાહનીય અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા હોસ્ટેલના રૂમોમાં વિશેષ સ્પ્રિંગ ધરાવતા ૩૮૮ ‘એન્ટી સુસાઈડ ફેન’ લગાવવામાં આવ્યા છે. જેમાં ૫ ગર્લ્સ હોસ્ટેલમાં ૧૭૦ અને ૪ બોયઝ હોસ્ટેલમાં ૨૧૮ પંખાઓનો સમાવેશ થાય છે. આ ખાસ ટેક્નોલોજીવાળા પંખા પર ૧૦ કિલોથી વધુ વજન પડતા જ તેની સ્પ્રિંગ છટકી જાય છે અને પંખો નીચે ઉતરી આવે છે, જેથી પંખા સાથે લટકીને આપઘાત કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો જીવ બચી જશે અને મોટી દુર્ઘટના અટકી શકશે.





