Video: સુરતની લાજપોર જેલમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ: પાણીની પાઈપલાઈનમાંથી વધુ ચાર મોબાઈલ મળી આવ્યા

સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. જેલની પાણીની પાઈપલાઈનમાંથી અનધિકૃત રીતે છુપાવેલા ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે. છેલ્લા માત્ર ૧૫ દિવસમાં જેલ પરિસરમાંથી કુલ ૨૨ મોબાઈલ મળી આવતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ડીજીપીની કડક તપાસ અને સર્જિકલ સ્ટ્રાઈક છતાં જેલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકી નથી. જેલનો વહીવટ ચલાવતા કેટલાક વગદાર કેદીઓ પર અધિકારીઓના આશીર્વાદ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ અમુક કેદીઓની બદલી કરાઈ હોવા છતાં પ્રભાવશાળી કેદીઓ હજુ સુરક્ષિત હોવાની ચર્ચા છે. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




