મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતની ઓરો યુનિવર્સિટીમાં પોલીસ લાઈટ અને ફટાકડા સાથે કાર સ્ટંટનો વિવાદ ચગ્યો

સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા કાર ડ્રિફ્ટિંગ શ

તસવીર: gstv

સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા કાર ડ્રિફ્ટિંગ શોને પગલે મોટો વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં કાર પર પોલીસની ઈમરજન્સી બ્લુ અને લાલ લાઈટો લગાવીને ખતરનાક સ્ટંટ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ચાલુ કારના દરવાજા પર લટકીને એક વ્યક્તિ ફટાકડા ફોડતો પણ કેમેરામાં કેદ થયો હતો. શૈક્ષણિક સંસ્થામાં આવી જોખમી પ્રવૃત્તિઓ અને પોલીસ લાઈટોના ગેરકાયદે ઉપયોગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. કેમ્પસની અંદર આ પ્રકારના ડ્રિફ્ટિંગ શો યોજવાની મંજૂરી કોણે આપી તે અંગે પણ તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ હરકતમાં આવી છે.

આ સમાચાર શેર કરો