VIDEO: વાવ-થરાદ / ખેત તલાવડીમાં ડૂબી જવાથી રાજસ્થાનના 2 યુવકોના મોત
વાવ થરાદના કરણપુરા ગામે એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે.મળતી

વાવ થરાદના કરણપુરા ગામે એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે.મળતી વિગતો મુજબ, કરણપુરા ગામની સીમમાં આવેલી ખેત તલાવડી પાસે એક યુવકનો અચાનક પગ લપસ્યો હતો, જેથી તે સીધો ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પોતાના સાથીને ડૂબતો જોઈ, તેને બચાવવા માટે બીજો યુવક પણ પાણીમાં કૂદ્યો હતો. પરંતુ અફસોસ, પાણી ઊંડું હોવાને કારણે બંને યુવકો જોતજોતામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આશરે 40 મિનિટની રેસ્ક્યુ કામગીરી પછી બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતનો ભોગ બનેલા બંને મૃતક યુવકો મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર કરણપુરા પંથકમાં અને મૃતકોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

