VIDEO: વડોદરા / જુના શિહોરા ગામે ગેરકાયદેસર માટી ખનન દરમિયાન દુર્ઘટના, 2 કામદારોના કરુણ મોત
વડોદરાના સાવલી-ડેસર તાલુકાના જુના શિહોરા ગામે ગેરકાયદેસર માટી ખનન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા બે કામદારોના કરુણ મોત

વડોદરાના સાવલી-ડેસર તાલુકાના જુના શિહોરા ગામે ગેરકાયદેસર માટી ખનન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા બે કામદારોના કરુણ મોત નિપજ્યા છે. માટીની ભેખડ અચાનક ધસી પડતા હિટાચી ઓપરેટર અને ટ્રક કંડક્ટર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ સમયસર સારવાર ન મળતા બંનેના મોત થયા હોવાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટનાએ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા પર મોટા સવાલો ઉભા કર્યા છે. ડેસર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે.


