VIDEO : વડોદરામાં ફતેપુરા ત્રણ રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણીના ફુવારા ઉછળ્યાં
Vadodara News : વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ફુવારા ઉછળ્યા હતા. પીવાના પ

Vadodara News : વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ફુવારા ઉછળ્યા હતા. પીવાના પાણીના વેડફાટના ઉત્તમ ઉદાહરણનાં દ્રશ્ય લીકેજ થતા રસ્તા પર થયા પાણી પાણી, પીવાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ત્રણથી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા.
અગાઉ પણ કેટલીવાર શહેરમાં આવી સમસ્યા જોવા મળે છે.પીવાના પાણીના ભંગાણને લઈ વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે, ત્યારે આજે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકર એ પાલિકા ના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી ત્યારે પાણી નો આ પ્રકારે વેડફાટ કેટલો વ્યાજબી છે.




