મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ફાયર સેફટીના હોઝ પાઈપના બોક્સમાં દારૂની બોટલો, વડોદરાની સરકારી કચેરીમાં દારૂની મહેફીલ

એક તરફ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની ચકાસણીઓ

એક તરફ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર  દ્વારા ફાયર સેફ્ટીની ચકાસણીઓ કરવામાં આવી રહી છે. વડોદરામાં સરકારી કચેરી કુબેર ભવનમાં ફાયર સેફ્ટીનો જ અભાવ તો છે..પરંતુ જ્યા ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવે છે..ત્યાં શરાબના ટ્રૈટ્રા પેક, ચવાણુ સહિતની વસ્તુઓ મળી છે.

ફાયર સેફ્ટીના હોસપાઈપના બોક્સમાં પાઈપલાઈના બદલે મહેફિલનો સામાન મળી આવતા સવાલો ઉભા થયા  છે. એક તરફ સરકારી તંત્ર ખાનગી સ્થળો પર કોર્પોરેશનું ફાયર વિભાગ તવાઈ બોલાવીને ફાયર સેફ્ટીનું ચેકિંગ કરે છે. પરંતુ જે સરકારી કચેરીમાં હજારો લોકોની અવરજવર છે તેવા કુબેરભવનમાં જ ફાયર સેફ્ટી તો દુર પરંતુ ગાંધીના ગુજરાતમાં દારુ બંધીના ધજાગરા ઉડાડતી તસવીરો જોવા મળી છે.

આ સમાચાર શેર કરો