મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા / અટલાદરા વિસ્તારમાં આગ, ધુમાડા અડધો કિલોમીટર દૂર સુધી દેખાયા

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલની બાજુમાં આવેલી એક અધૂરી

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલની બાજુમાં આવેલી એક અધૂરી બિલ્ડિંગમાં પડેલા સ્ક્રેપ અને કચરાના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા અડધો કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા અટલાદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો