VIDEO: વડોદરા અજવા રોડ જળબંબાકાર
વડોદરા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે અજવા રોડ વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મુખ્ય માર્ગો તેમ

વડોદરા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે અજવા રોડ વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થતાં થોડા જ સમયના વરસાદમાં ડ્રેનેજ લાઈનો ઉભરાઈ ગઈ હતી અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા, જેને કારણે નોકરી-ધંધે જતા વાહનચાલકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક રહીશોમાં નગર નિગમની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા મોડેથી મશીનો કામે લગાડવામાં આવ્યા હતા જેથી જલદીથી પરિસ્થિતિ સામાન્ય થઈ શકે.




