VIDEO: પ્રબોધ સ્વામીના અનુયાયીના નિવેદન બાદ સગર સમાજમાં હોબાળો, મહાકુંભ વિશે કરી હતી ટિપ્પણી
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક અનુયાયી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક અનુયાયી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ સગર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. પ્રબોધ સ્વામીના અનુયાયીએ એક કાર્યક્રમમાં ગંગા અને મહાકુંભ અંગે ટિપ્પણી કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, ગંગાને પવિત્રતા આપનારા પ્રભુ સ્વામીના સંતો છે, અને સંતોના દર્શન કરીને મહાકુંભ જેવો દિવસ અનુભવી શકાય છે.
પ્રબોધ સ્વામીના અનુયાયીના આ નિવેદનથી સગર સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું જણાવી, સમાજે આકરો વિરોધ નોંધાવ્યો છે.જેને લઈને સગર સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપીને માંગ કરી છે કે પ્રબોધ સ્વામીના અનુયાયીએ સમાજના મંદિરે આવીને માફી માંગવી જોઈએ.




