VIDEO : ભવાનીપુરમાં સ્ટ્રોંગરૂમ ખુલ્લો હોવાનો વીડિયો વાયરલ થતા બબાલ, TMC નેતાએ ચૂંટણીપંચ સામે સાધ્યું નિશાન
પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારની સખાવત મેમોરિયલ સ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમને લઈને
પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારની સખાવત મેમોરિયલ સ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમને લઈને વિવાદ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સ્ટ્રોંગરૂમ ખુલ્લો હોવાનો અને લાઈટો ચાલુ હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષી ઉમેદવારો સહિત તેમના પ્રતિનિધિઓ ત્યાં પહોંચ્યા હતા.
તેમણે પંચની કામગીરીને કાયદા અને પરંપરાથી પર ગણાવી સવાલ ઉઠાવ્યો છે કે જો આ પોસ્ટલ બેલેટની પ્રક્રિયા હતી, તો તેની અગાઉથી જાણ કેમ કરવામાં ન આવી? TMC નેતાએ ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યું કે પારદર્શિતાનો અભાવ કાયદાની વિરુદ્ધ છે, જેને લઈને હાલમાં રાજકીય માહોલ ગરમાયો છે.


