મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: UP/ ગ્રેટર નોઈડામાં કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં સર્જાયો અફરાતફરીનો માહોલ

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નોલેજ પાર્ક પાસે એક કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નોલેજ પાર્ક પાસે એક કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના લીધે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સમયસરની કામગીરીને કારણે હોનારત ટળી હતી.

આ સમાચાર શેર કરો