VIDEO: મેઘો અનરાધાર: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અંબિકા, પૂર્ણા, ગીરા નદીમાં આવ્યા પૂર
હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ ડાંગ જિલ્લામાં ત્રણ દિવસના વિરામ પછી &nbs
હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ ડાંગ જિલ્લામાં ત્રણ દિવસના વિરામ પછી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને પગલે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.
અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ
જિલ્લાના 16 માર્ગ ઓવર ઓવરટોપિંગને કારણે બંધ થયા હતા. વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ડાંગ જિલ્લાના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે.




