Video: રણછોડરાય મંદિરમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા, ભક્તો ગણતરીની મિનિટોમાં ઝાપટી ગયા 151 મણ પ્રસાદ
ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી અન્નકૂટ લૂંટવાની પ્રથા યોજા
ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી અન્નકૂટ લૂંટવાની પ્રથા યોજાઈ હતી, જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા. ગોવર્ધન પૂજા કર્યા બાદ આ અન્નકૂટ લૂંટાય છે.
ગોમતી નદીમા સ્નાન કરી અન્નકૂટ લૂંટાય છે
પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી અન્નકૂટ લૂંટવાની પ્રથામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આજુબાજુના ગામડાના રાજપૂત સમાજના યુવાનો, વૃદ્ધો તેમજ અન્ય યુવકો ગોમતી નદીમા સ્નાન કરી 151 મણ અન્નકૂટ લૂંટવા આવે છે. આ કાર્યક્રમને નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે. ગોવર્ધન પૂજા કર્યા બાદ આ અન્નકૂટ લૂંટાય છે. આ પ્રથામાં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પોલીસની હાજરીમાં જ અન્નકૂટ લૂંટવાની પ્રથા થાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહે છે.




