મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યુનિક મર્કેન્ટાઈલ કંપનીએ નાણાં બમણા કરવાની લાલચ આપી રોકાણકારો સાથે આચરી ઠગાઈ

અમદાવાદ શહેરમાં વધુ એક મોટું પોંજી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં 'યુનિક

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં વધુ એક મોટું પોંજી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં 'યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ' કંપનીના સંચાલકોએ એફડીમાં સાડા છ વર્ષમાં નાણાં બમણા કરવા અને માસિક આવક યોજનામાં ૯.૭૫% સુધીના વ્યાજની લોભામણી લાલચ આપી નાગરિકો પાસેથી કુલ ૧૧.૬૫ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં થોડી રકમ ચૂકવ્યા બાદ વર્ષ ૨૦૨૦થી વ્યાજ આપવાનું બંધ કરી દેવાયું હતું. પાકતી મુદતે ૧૪.૮૩ લાખથી વધુ રકમ ચૂકવવાની થતી હતી, પરંતુ માત્ર ૧.૧૦ લાખ ચૂકવીને સંચાલકો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા છે. આ મામલે કંપનીના ૩ ડાયરેક્ટરો ઉત્કર્ષ રાય, રાહુલ રાય, રાજકુમાર રાય અને ૨ મેનેજરો વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો