મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચમાં સાયબર જાગૃતિ માટે અનોખી પહેલ

ભરૂચમાં સાયબર ક્રાઈમ સામે જનજાગૃતિ વધારવા ‘સાયબર જાગૃતિ રથ’ને લીલી ઝંડી આપવામાં આવી છે. સાયબર પ

તસવીર: gstv

ભરૂચમાં સાયબર ક્રાઈમ સામે જનજાગૃતિ વધારવા ‘સાયબર જાગૃતિ રથ’ને લીલી ઝંડી આપવામાં આવી છે. સાયબર પોલીસ સ્ટેશન ભરૂચ અને એસઆરએફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલા આ રથનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ફ્લેગ ઓફ કર્યું હતું. સાયબર ક્રાઈમથી બચવા લોકોને જાગૃત કરવા રથ જિલ્લાના વિવિધ અંતરિયાળ ગામડાઓ, શાળાઓ અને કોલેજોમાં જઈને જાગૃતિ કાર્યક્રમો યોજશે. પોલીસ તંત્ર દ્વારા ડિજિટલ છેતરપિંડી અંગે લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવશે. સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પૂર્ણ ન થાય ત્યાં સુધી રથ કાર્યરત રહેશે.

આ સમાચાર શેર કરો