મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનું રૌધ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છ

તસવીર: gstv

ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનું રૌધ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના કારણે સમગ્ર જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકધારા વરસાદના લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અને અવરજવર પર માઠી અસર પડી છે, જ્યારે અનેક સોસાયટીઓમાં પાણીના યોગ્ય નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે

આ સમાચાર શેર કરો