VIDEO: ભરૂચમાં ધોધમાર વરસાદથી જમીન ધસી: પાર્કિંગ ધોવાતાં સાતેક કાર ગટરમાં ખાબકી
ભરૂચમાં સતત બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે કસક સ્થિત 'આંગણ એપાર્ટમે

ભરૂચમાં સતત બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે કસક સ્થિત 'આંગણ એપાર્ટમેન્ટ'નું કાર પાર્કિંગ વરસાદી કાંસના પાણીના ભારે પ્રવાહમાં ધસી પડ્યું છે. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલી સાતેક કાર ગટરમાં ખાબકતાં વાહનોને ભારે નુકસાન થયું છે. વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર કે ધારાસભ્ય દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં આખરે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ લગાવી રહીશોએ ભારે રોષ ઠાલવ્યો છે.




