મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિકાસકામોમાં પક્ષપાત મુદ્દે અપક્ષોનો ભારે હંગામો

વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સંતોષભ

તસવીર: gstv

વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સંતોષભાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભાની શરૂઆતમાં જ નવા TDO અને અપક્ષ નેતા વચ્ચે શાબ્દિક બચપચ થઈ હતી. સભા દરમિયાન અપક્ષ પેનલના ચાર સભ્યોએ વિકાસના કામોમાં પક્ષપાત થતો હોવાનો આક્ષેપ કરી તમામ સભ્યોને સરખી ગ્રાન્ટ ફાળવવા ધારદાર રજૂઆત કરી હતી. અપક્ષ સભ્ય રાકેશ રાયે પૂરમાં અસરગ્રસ્ત 40 ટકા લોકોને હજુ સુધી કેશ ડોલ્સ ન મળ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે ઉપપ્રમુખ હાર્દિકભાઈએ રખડતા ઢોરોના ત્રાસથી ખેડૂતોને થતા નુકસાન સામે ગૌચરની જગ્યાઓમાં વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી હતી. વિકાસના કામોમાં એકતરફી નિર્ણયો અને પક્ષપાતને લઈને અપક્ષોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર શેર કરો