મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાપ્પાના આગમન પહેલાં બજારોમાં સજાવટની સામગ્રીથી ઉમરગામ બન્યું રંગીન

ભગવાન ગણેશજી ભક્તોના ઘરે પધારવા સજ્જ થઈ રહ્યા છે, ત્યારે બાપ્પ

તસવીર: gstv

ભગવાન ગણેશજી ભક્તોના ઘરે પધારવા સજ્જ થઈ રહ્યા છે, ત્યારે બાપ્પાના સ્વાગત માટે ભક્તો પણ ઘરની સજાવટમાં વ્યસ્ત બન્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગણેશોત્સવને લઈને બજારોમાં રોનક જોવા મળી રહી છે. વિવિધ દુકાનો શણગારની સામગ્રીથી ઝળહળી ઉઠી છે. લાઈટો, તોરણ, થર્મોકોલના આકર્ષક મંદિરો અને આર્ટિફિશિયલ ફૂલો સહિતની સામગ્રી બજારમાં ઉપલબ્ધ છે. બાપ્પાની આરાધના સાથે ભક્તો પોતાના ઘરોને સુંદર રીતે સજાવીને ગણેશજીનું ભક્તિભાવથી સ્વાગત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. મોંઘવારી વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. ગણેશોત્સવને લઈને ઉમરગામના બજારોમાં ખરીદી સાથે ભક્તિ અને ઉત્સવનો માહોલ રંગ જમાવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો