મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાણંદના નળ સરોવર પાસે બે અજગરે ગામ ગજવ્યું, છેવટે રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવાયા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં બે અજગર જોવા મળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. એક ત્રણ ફૂટ અને બીજો છ ફૂટ લાંબો

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં બે અજગર જોવા મળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. એક ત્રણ ફૂટ અને બીજો છ ફૂટ લાંબો અજગર નીકળતા તાત્કાલિક એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. આખરે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી એનિમલ લાઈફ કેર દ્વારા અજગરને બચાવી લેવામાં આવ્યા હતા.

સાણંદના નળ સરોવર પાસે મેલાસણ ગામના એક ખેતરમાં બે અજગર જોવા મળ્યા હતા. અજગર ને જોતા આજુબાજુના લોકો ખુબ જ ડરી ગયા હતા. છેવટે સ્થાનિક રોહિતભાઈ દ્વારા તાત્લકાલિક ધોરણે એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરવામાં આવી હતી. જેથી તમામ રેસ્ક્યુના સાધનો સાથે તેમની ટીમ પહોંચી હતી. 

આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ

વિજય ડાભી દ્વારા  કહેવામાં આવ્યું કે, બન્ને  અજગર રેસ્કયુ કરી તેને સુરક્ષિત જગ્યાએ રિલીઝ કરવામાં આવ્યા છે. અજગર નીકળવાની ઘટનાઓ ગામડાના વિસ્તારમાં અવારનવાર બનતી હોય છે, એવામાં કોઈને સાપની ઓળખ ના હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ અને કોઈ સાપને મારવું પણ ન જોઈએ. કારણ કે હજુ પણ ગામડા વિસ્તારમાં લોકો અજગરને ઝેરી સમજીને મારી નાખતા હોય છે, પણ ખરેખર અજગર બિનઝેરી  હોય છે. ક્યારેય પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો જોઈએ.

આ સમાચાર શેર કરો