VIDEO: ઈડરમાં કરોલ નદીમાં બે વ્યક્તિઓ કાર સાથે તણાયા
સાબરકાંઠાના ઈડરમાં વડીયાવીર અને કડિયાદરા વચ્ચે આવેલ કરોલ નદીમાં બે વ્યક્તિઓ કાર સાથે તણાયા.
સાબરકાંઠાના ઈડરમાં વડીયાવીર અને કડિયાદરા વચ્ચે આવેલ કરોલ નદીમાં બે વ્યક્તિઓ કાર સાથે તણાયા. બંને વ્યક્તિ કડિયાદરાના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુથાર નયનાબેન અને તેમનો ભાણો અમદાવાદથી લોકાચાર અર્થે આવ્યા હતા. વડીયાવીરથી કરોલ નદીમાંથી પસાર થતા પાણીના પ્રવાહમાં કાર સાથે તણાયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ઈડર ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોની સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ મામલતદાર અને પ્રાંત અધિકારી સહિત સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં હાજર રહ્યા હતા.




