VIDEO: રાજકોટની ગોંડલ ચોકડી નજીક સ્કોર્પિયો-ઈકો કાર વચ્ચે અકસ્માત, બે લોકોના મોત
રાજકોટની ગોંડલ ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સ્કોર્પિયો અને ઈકો કાર વચ્ચે
રાજકોટની ગોંડલ ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સ્કોર્પિયો અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ ભીષણ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.







