શાહરૂખ બન્યો કિશન અને સાજીદ બન્યો સુનિલ, સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી અને પછી આ રીતે ફૂટ્યો ભાંડો
ભરૂચના જંબુસરના એક ગામમાં બે સગીર બહેનોને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરનાર બે આરોપીઓને પોલીસે
ભરૂચના જંબુસરના એક ગામમાં બે સગીર બહેનોને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ખોટી ઓળખ આપી બંને સગીરા સાથે પરિચય કર્યો હતો.
આરોપી સાજીદ પટેલ અને શાહરૂખ પઠાણની ધરપકડ
પોલીસે બાતમીના આધારે આરોપી સાજીદ પટેલ અને શાહરૂખ પઠાણની ધરપકડ કરી હતી. ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ બાદ કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કિશન તથા સુનિલ તરીકે ખોટી ઓળખ આપી કિશોરીઓને ફસાવી
બન્ને સગીરા બહેનોને જંબુસરના શાહરૂખ પટેલ તથા સાજીદ પઠાણે લગ્નની લાલચ આપીને ફોસલાવીને ભગાડી ગયા હતા. બન્ને શખ્સોએ કિશન તથા સુનિલ તરીકે ખોટી ઓળખ આપી હતી. આ નામ આપીને બન્નેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ અપહરણની ફરિયાદ સગીરાના ભાઈએ નોંધાવી હતી.
ગણતરીના કલાકોમાં બન્નેની ધરપકડ
ઘટનાની ગંભીરતા જોઈને નાયબ પોલીસ અધિક્ષકે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની ટીમો, ટેકનીકલ ટીમ અને સર્વેલન્સ મારફતે સતત વોચ રાખવામાં આવી રહી હતી. તે દરમ્યાન હ્યુમન ઈન્ટીલજન્સ દ્વારા બન્ને શખ્સો ક્યાં છુપાયા છે તેની બાતમી મળી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને શખ્સોને દબોચીને સગીરાઓને છોડાવી હતી.






