VIDEO: રાજકોટમાં એક કલાકમાં પોણા બે ઈંચ વરસાદ
લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન માત્ર એક કલાકમાં શહેરમાં સરેરા

લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન માત્ર એક કલાકમાં શહેરમાં સરેરાશ પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વેસ્ટ ઝોનમાં 46, ઈસ્ટ ઝોનમાં 37 અને સેન્ટ્રલ ઝોનમાં 47 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પોપટપરાના નાળામાં પાણી ભરાતા તેને બંધ કરવાની ફરજ પડી હતી. સોરઠિયાવાડી અને ઓમનગરના 40 ફૂટ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.




