VIDEO: ભાવનગરમાં SDMના ડ્રાઈવરના બે દિવસના રિમાન્ડ મંજૂર, છેતરપિંડી કરતાં નોંધાયો હતો ગુનો
ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા અશાંત ધારા કાંડમાં ઝડપાયેલા એસડીએમના ડ્રાઈવરના
ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા અશાંત ધારા કાંડમાં ઝડપાયેલા એસડીએમના ડ્રાઈવરના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસડીએમ પ્રતિભા દહીયાના ડ્રાઈવર મોમીન પઠાણે એસડીએમ પ્રતિભા દહિયા કામ કરી નાખશે તેવો વિશ્વાસ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે આ અશાંત ધારા કાંડમાં ખુદ એસડીએમ પ્રતિભા દહિયા ફરિયાદી બન્યા અને પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ સમક્ષ પોલીસે છ દિવસના રિમાન્ડની માંગ કરી જોકે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.







