LIVE VIDEO:સુરતમાં મેટ્રોની કામગીરીમાં ધડામ દઈને મકાન પર પડી ક્રેઈર્ન, મચી અફડાતફડી
સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેઈર્ન વડે લૉન્ચર મેટ્રો પર ચઢાવવામ

સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેઈર્ન વડે લૉન્ચર મેટ્રો પર ચઢાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન બને ક્રેઈર્ન ઊંઘી વળી ગઇ હતી. ક્રેઈર્ન બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી. જેથી બાલ્કનીનો ભાગ તૂટ્યો હતો. હાલ કોઈ જાનહાની નથી. ઘરમાં કોઈ હાજર ન હતું. દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીનો ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
અફડાતફડી સર્જાઈ
સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પામમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતાં. ત્યારે નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેઈર્ન ઊંધી વળી ગઈ હતી. જેના કારણે આસપાસમાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.લોકોના ટોળા વળી ગયા હતાં.
ધડાકા જેવો અવાજ આવ્યો-સ્થાનિક
સ્થાનિક રાકેશભાઈ પટેલએ કહ્યું કે, હું બાઈક લઈને કામ અર્થે જઈ રહ્યો હતો. જેવો અવાજ સાંભળ્યો કે હું ધ્રુજી ગયો હતો. પ્રચંડ અવાજ આવ્યો હતો. બાદમાં ખબર પડી કે ક્રેઈર્ન પડી ગઈ છે. જેથી હું તાત્કાલિક ત્યાં ગયો હતો. જો કે, કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાથી ત્યાંથી નીકળી ગયો હતો.








