મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર મ્યુનિસિપલની ટીમ પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા, આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા બીએમસીના સુપરવાઇઝર શિવભદ્રસિંહ ગોહિલ તથા તેમની ટીમ પર સીદસર રોડ મીર

ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા બીએમસીના સુપરવાઇઝર શિવભદ્રસિંહ ગોહિલ તથા તેમની ટીમ પર સીદસર રોડ મીરાનગર પાસે ચાર લોકોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં શિવભદ્રસિંહને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા તેમની સાથેના સંજયભાઈ મકવાણાને પણ માર મારતા પગમાં ફ્રેક્ચર થયું છે.

બે આરોપીઓ ઝડપાયા

બન્નેને સર.ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળમાં ખસેડવામાં આવ્યા હતા, જે અંગેની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે આ ઘટનામાં આરોપી વિશાલ ઉર્ફે બુઘો તથા સાગરને પોલીસે ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

આ સમાચાર શેર કરો