VIDEO: લાંચ લેતા કેમેરામાં કેદ થયો TTE, વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ કરાયો
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક મુસાફર પાસેથી કથિત રીતે લાંચ લેવાનો વીડિયો સોશિયલ મીડિયા

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક મુસાફર પાસેથી કથિત રીતે લાંચ લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ મુખ્ય ટિકિટ નિરીક્ષક એટલે કે CTI સંજય મિશ્રાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વીડિયો પદ્માવત એક્સપ્રેસ ટ્રેનનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે રેલવે વિભાગે વિભાગીય તપાસના આદેશ પણ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.




